ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી શિક્ષણ જગતને લઈને મોટા નિર્ણયનું આજે એલાન કર્યું છે, હવેથી ધોરણ 10માં બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ B ગ્રૂપમાં પ્રવેશ આપવામાં આવશે.નોંધનીય છેકે ગુજરાતમાં
વિજ્ઞાન પ્રવાહમાં B ગ્રૂપમાં પ્રવેશ લેવા માટે જ બેઝિક ગણિત રાખ્યો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો નહીં. ધોરણ 12 માં બે અલગ અલગ પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે.એ ગ્રુપ એ અને બીજો ગ્રુપ બી.એ ગ્રુપ માં ગણિત વિષય વિશે આવે
જેમાં વિદ્યાર્થીઓ આગળ જઈને એન્જિનિયરિંગ જેવા કોર્સ લઈ શકે છે જ્યારે બી ગ્રુપમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, મેડિકલ અને પેરામેડિકલ લઇ શકાય.હવે ધોરણ 10 માં બે પ્રકાર ના ગણિત ના પેપર આપવામાં આવે છે. પહેલું બેઝિક ગણિત અને બીજું સ્ટેનડર્ડ ગણિત.
જે વિદ્યાર્થીઓ નું ગણિત નો પાયો કાચો હોય તેવો બેઝિક ગણિત સાથે ધોરણ 10 ની પરીક્ષા આપવાનું પસંદ કરતાં હોય છે.જ્યારે જેમને ગણિતમાં ખૂબ જ રસ હોય તે વિદ્યાર્થીઓ સ્ટેન્ડડર્ડ ગણિત પસંદ કરે છે. ખાસ વાત એ છે કે ધોરણ 10માં ગણિતનું પાઠ્યપુસ્તક તો એક જ હોય છે ખાલી પેપરની સ્ટાઇલ બે અલગ અલગ પ્રકારની આપવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment