અંકલેશ્વર હાઈવે પર રેડીમેટ કાપડથી ભરેલા ટ્રકમાં અચાનક લાગી આગ, ટ્રક બળીને ખાખ થઇ ગયો…

Published on: 10:19 am, Tue, 23 November 21

અંકલેશ્વર નેશનલ હાઈવે પર એક ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. હાઈવે રોડ ટ્રકમાં આગ લાગતા રોડ પર દોડધામ મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર રેડીમેટ કાપડ થી ભરેલા ટ્રકમાં આગ લાગતાં ટ્રક તેમજ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

આ ઘટનામાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી અનુસાર GJ 15 AT 9174 નંબરનો ટ્રક વાપી ખાતેથી રેડીમેડ કાપડ ભરીને વડોદરા ખાતે ડિલિવરી કરવા માટે જઈ રહ્યો હતો. ત્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે પર નવજીવન હોટલ પાસે ટ્રક માં અચાનક આગ લાગી હતી.

ટ્રકમાં આગ લાગતાં જ ઊભો રાખીને તેમાંથી નીચે ઉતરી ગયો હતો. તેમજ ટ્રક માં લાગેલી આગ પર માટી નાખીને આગને બુઝાવવા નો પ્રયત્ન કર્યો પરંતુ પ્રયત્ન સફળ રહ્યો નહીં. અને થોડીક વારમાં તો ટ્રકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ લઇ લીધું હતું અને તેના કારણે આખા ટ્રકમાં આગ લાગી ગઈ હતી.

આખા ટ્રકમાં વધુ આગ પ્રસરતા ટ્રકચાલકે આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ટ્રક પર લાગેલી આગ પર પાણી નાખીને આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ની અંદર રહેલું રેડીમેટ પણ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઇ ગયું હતું ઉપરાંત પણ બળીને ખાખ થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનાના કારણે લાખો રૂપિયાનું નુકશાન થયું છે.

ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી આગ ની ઘટના અંગે તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રકમાં કયા કારણોસર આગ લાગી એનું હજુ કોઈ પણ સાચું કારણ સામે આવ્યો નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!