રાજ્યમાં ગત્ વર્ષે કોરોના મહામારી ના કારણે ધોરણ-10 અને 12 ની પરીક્ષાના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ આ વખતે વર્ષ 2021-22 માં યોજાનારી બોર્ડની પરીક્ષામાં સો ટકા અભ્યાસક્રમ સાથે પરીક્ષા લેવામાં આવશે.
નોંધનીય છે કે કેટલાક વિદ્યાર્થીઓને એવી ભ્રમણા છે કે વર્ષ 2021 અને 22 માં યોજાનારી બોર્ડની પરીક્ષામાં બોર્ડ દ્વારા 70 ટકા ના અભ્યાસક્રમ સાથે પરીક્ષા યોજવામાં આવશે.પરંતુ વિદ્યાર્થીઓની ગેરસમજ બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસ ની મહેનત કરવી પડશે.
કારણ કે બોર્ડ દ્વારા આ વર્ષે સો ટકા અભ્યાસક્રમ સાથે પરીક્ષા લેવામાં આવશે. જો કોઈ બોર્ડના વિદ્યાર્થીઓ ભર્મ માં હોય તો હવે પોતાનો ભ્રમ મનમાંથી કાઢી નાખજો. કારણકે હવે બોર્ડની પરીક્ષા ફુલ અભ્યાસક્રમ સાથે લેવાની છે. આ માહિતી તમારા મિત્રો ને પણ વચાવજો જેથી આવનારી પરીક્ષા માં ઉતીર્ણ થાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment