ખેડૂતો માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત,આટલા રૂપિયાની મળશે સહાય

Published on: 9:38 am, Sun, 21 November 21

ગુજરાતના ખેડૂતોને લઇને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતોને સ્માર્ટફોન ની ખરીદી કરવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત ખાતેદાર માં નોંધણી હોય તેવા પરિવારમાંથી એક ખેડૂતને મોબાઇલની ખરીદી પર 1500 રૂપિયા સુધીની સહાય મળશે.

સરકારે તૈયાર કરેલી ‘નો યોર ફાર્મર’ યોજના થકી ખેડૂતો મોંઘા ફોન ની ખરીદી કરી શકશે જેનું વ્યાજ સરકાર ભોગવશે આ માટે કો ઓપરેટિવ બેન્ક ખેડૂતોને ધિરાણ આપશે અને હવે સહાયની જાહેરાત થી દરેક ખેડૂતો માટે સ્માર્ટફોન વસાવવો સહેલો બનશે.

આ માટે સરકારે નિયમ પણ રાખ્યો છે કે એક જ ખાતેદારને આ સહાયનો લાભ મળશે તેમજ 10 ટકા સહાય કે પંદરસો રૂપિયા માંથી જે ઓછું હશે તેની ચૂકવણી કરવામાં આવશે. તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. મહત્વનું છે કે એક લાખ ખેડૂતોને ધિરાણ પર ફોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેડૂતો ફોન થકી ખેતી સંબંધિત માહિતી મળી શકે તેમજ ફોન વડે ખેતીને લગતી ફરિયાદ અને યોજનાઓ અંગેની માહિતી મેળવી શકશે.રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ યોજના લઇને આવી છે જેમાં 15 હજાર સુધીના કિંમત નો ફોન હવે ખેડૂતો સહેલાઈથી ખરીદી શકશે.

જેમાં વ્યાજ વીના ફોન ખરીદવા માટે સરકાર ધિરાણ આપશે અને આ ધિરાણ કો-ઓપરેટિવ બેન્કો પાસેથી આપવામાં આવશે, એટલું જ નહીં પણ ધિરાણ પરનું વ્યાજ પણ સરકાર જ ભોગવશે. સાથે જ પંદરસો રૂપિયા ની સહાય પણ મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!