સુરત પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં આગામી સમયમાં નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા ની જાહેરાત થઈ શકે છે.કારણકે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી નું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે.
આજે સુરત પહોંચેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી શર્માએ વાત કરી હતી.આવતીકાલના રોજ રાહુલ ગાંધીના સુરત પ્રવાસને લઇને રઘુ શર્મા સુરત પહોંચ્યા હતા. તેમને કહ્યું કે સુરતમાં કાર્યકર્તા સાથે મુલાકાત કરવા આવ્યો છું અને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે.
તેમને કહ્યું હતું કે ભાજપના પેજ કમિટીની પ્રક્રિયાને વેગ પકડ્યો છે. કોંગ્રેસ બુથ લેવલ પર કાર્યકર્તાઓ રાખશે તેમણે ઉમેર્યું હતું કે રાહુલ ગાંધીનો સુરત કાર્યક્રમ કોઈ રાજકીય કારણ નથી.પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને વિપક્ષ નેતા બદલવાનું નક્કી હોવાની સત્તાવાર જાહેરાત તેમણે કરી હતી.
અને કહ્યું કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નેતા વિપક્ષ નું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. કોંગ્રેસ અનુશાસન સાથે ભૂલ થાય તો સારું પ્રદર્શન થઈ શકે છે.ગુજરાત માં 2022 માં સરકાર બને તેવી કોંગ્રેસની તૈયારીઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment