પુણે-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એકસાથે 6 વાહનો વચ્ચે થયું ટક્કર, અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ…

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. આજરોજ સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર બોરઘાટ નજીક 6 વાહનો વચ્ચે ટક્કર થતાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ કાર, એક ખાનગી બસ, એક ટેમ્પો અને એક ટ્રેલરનું અકસ્માત થયું હતું. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે આ ઉપરાંત 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

તેઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર જેમાંથી 2 લોકોની હાલત ખુબ જ ગંભીર છે. મળતી માહિતી અનુસાર અકસ્માતના કારણે હાલમાં પુણે થી મુંબઈ નો રસ્તો સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગયો છે. મૃત્યુ પામેલા ત્રણ લોકો કારની અંદર સવાર હતા.

મળતી માહિતી મુજબ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા મુરઘી ભરેલા ટ્રક સાથે કારે ટક્કર લગાવી હતી. ત્યાર બાદ પાછળથી આવતા એક ટ્રેલરે કારની સાથે ટક્કર લગાવી હતી. જેના કારણે કાર અને ટ્રેલર વચ્ચે ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી.

કાર ટ્રક અને ટ્રેલર વચ્ચે એવી રીતે ફસાઈ ગઈ કે હાલમાં કારચાલકના મૃતદેહને બહાર કાઢી શકાયું નથી. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર ની ખામી સામે આવી રહી છે.

હાલમાં પોલીસ દ્વારા ટ્રક ડ્રાઇવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર મુંબઈ તરફ જઈ રહેલી સ્વીફટ કાર અકસ્માતમાં ટ્રક અને ટ્રેલર વચ્ચે બુકડો વળી ગઈ છે.

ઉપરાંત અકસ્માતમાં એક અન્ય કારણે પણ ભારે નુકસાન થયું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતના કારણે મુંબઇ હાઈવે એક્સપ્રેસ લગભગ ત્રણ કલાક સુધી બંધ રહ્યો હતો. અકસ્માતમાં MH 14 GD 2961 નંબરની કારમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*