આજકાલ નદીમાં ન્હાવા પડેલા લોકોની ડૂબવાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ભાદર નદીમાં નાહવા પડેલા કુતિયાણાના 3 યુવાનો પાણીમાં ડૂબી ગયા છે. આ યુવાનો માંથી 1 યુવાનનો બચાવ કરી લેવામાં આવ્યો છે અને હજુ પણ 2 યુવાનોની શોધખોળ ચાલુ છે.
સતત ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી પાણી આવતા ભાદર નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. ત્યારે કુતિયાણાના 22 વર્ષીય અખ્તર રસીદભાઇ સેત, 20 વર્ષીય મહેસર અમદુભાઈ સેત અને અન્ય એક યુવાન પોતાનો જીવ જોખમમાં નાખી ને રવિવારના રોજ બપોરના સમયે ભાદર નદીમાં ન્હાવા પડયા હતા.
પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે યુવાનો પાણીમાં ડુબીયા હતા. આ ઘટનાની જાણ થતાં મામલતદાર, પોલીસ તેમજ સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા એક યુવાનનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. અને જ્યારે હજુપણ અખ્તર અને મહેસર નામના યુવાનની શોધખોળ ચાલુ છે.
આ ઉપરાંત કુતિયાણા મામલતદારે યુવાનોની શોધખોળ કરવા માટે NDRF ની ટીમ પણ બોલાવી છે. હજુ પણ બન્નેએ યુવકની શોધખોળ ચાલુ છે બંને યુવકો જીવતા છે કે મૃત્યુ પામ્યા છે તેની કોઈને ખબર હજુ સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment