વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના ગઢમાં મોટું ગાબડું,500 થી વધારે કાર્યકર્તાઓ જોડાયા…

63

હાલમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઇ છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રી અને નવું મંત્રીમંડળ બન્યા બાદ આ નેતાઓ દ્વારા જન આર્શીવાદ યાત્રા યોજવામાં આવી રહી છે.હાલમાં વિધાનસભાની ચૂંટણી હવે વધારે વાર રહી નથી ત્યારે ભાજપ માટે માઠા સમાચાર આવ્યા છે.

ઘણા વર્ષોથી તબીબી ક્ષેત્રે લોકોની સેવા કરતાં ડો.ભીમજીભાઈ પટેલ, મુકેશભાઇ, ભુપેન્દ્રભાઈ, ભુપતભાઈ, શીવાભાઈ, દલપતભાઈ સહિતના આજ રોજ તેમની ટીમ સાથે આપના સંસ્થાપક કિશોરભાઈ દેસાઈ અને પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ હાથે 500થી વધુ કાર્યકર્તાઓ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આપના શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ,સુરત મનપાના વિરોધ પક્ષના નેતા ધર્મેન્દ્રભાઈ ભંડેરી, આપ નેતા જલા ભાઈ દેસાઈ, લખમણ કાકા વાવ, તાલુકા પ્રમુખ ભરતભાઇ ચૌધરી પદાધિકારીઓ હાજર રહ્યા હતા.ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આપ નું પ્રભુત્વ સમગ્ર રાજ્યમાં દિવસેને દિવસે વધી રહ્યું છે, સાથે આમ આદમી પાર્ટી રાજ્યમાં મજબૂત બની રહી છે.

જનતા પાસે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ એમ માત્ર બે જ વિકલ્પ હતા. પરંતુ અત્યારે આમ આદમી પાર્ટીના આવવાથી જનતા પાસે એક નવો વિકલ્પ સામે આવ્યો છે.લોકો આમ આદમી પાર્ટી સાથે દિવસેને દિવસે જોડાઈ રહ્યા છે અને પાર્ટી વધારે મજબૂત બની રહી છે. આમ આદમી પાર્ટીએ ગાંધીનગર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સારી એવી ટક્કર આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!