ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત મળી રહે છે તથા આમ આદમી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટી વધુ એક મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાનું જોરદાર પ્રદર્શન બતાવ્યું છે.
ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીને ચોખ્ખી બહુમતી મળી ગઈ છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પહેલી વખત આટલી મોટી બહુમતી મળી છે.
ભારતીય જનતા પાર્ટીના આ જીતનો શ્રેય ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના કારણે ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.
કુલ 44 બેઠકમાંથી 40 બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે, 3 બેઠક કોંગ્રેસ પાસે અને 1 બેઠક આમ આદમી પાર્ટી પાસે છે. ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફરી એક વખત સી.આર.પાટીલ રણનીતિ કામ લાગી ગઈ છે. ગાંધીનગરની મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે આમ આદમી પાર્ટીનો પણ જોવા મળ્યું હતું.
આ વખતે ની ચૂંટણીમાં સૌથી મોટું નુકસાન કોંગ્રેસને થયું છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રી ને કારણે કોંગ્રેસને મોટું નુકસાન થયું છે. મનપાની ચૂંટણી ની વાત કરીએ તો 2011માં કોંગ્રેસની જીત અને 2016માં સારી બેઠક પર કોંગ્રેસ હતું. પરંતુ આ વખતે ની ચૂંટણીમાં માત્ર કોંગ્રેસને 3 જ સીટ મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment