ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્ય ની બધી જ સીટ જીતવાના લક્ષ્યાંક રાખ્યો છે. આ પહેલા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ બધી સીટો જીતવાનો ટાર્ગેટ રજૂ કર્યો હતો. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી
અનુસુચિત જન જાતિ મોરચાની બેઠકને સંબોધન કરતી વખતે ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાછળ પાકું 182 સીટો જીતવાનો પ્રયાસ કરશે.ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પરિવારની ભાવનાથી કામ કરનારી પાર્ટી છે અને દરેક કાર્યકર પરિવારનો સભ્ય છે.
ભાજપ આજે ગુજરાતની પ્રજાનો વિશ્વાસ જીતી ચૂકી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપે 182 સીટ માંથી 150 સીટ પર જીત મેળવવાનું લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ 99 સીટ પર જ જીત મેળવી શકયું હતું જ્યારે કોંગ્રેસ પોતાની પૂરી તાકાત લગાવી હતી અને પાટીદાર અનામત આંદોલનના સહારાથી 77 સીટ પર જીત મેળવી શકી હતી.
ગુજરાતમાં જ્યારથી સીઆર પાટીલે પ્રદેશ પ્રમુખનું પદ સંભાળ્યું છે ત્યારથી ગુજરાત વિધાનસભા ની ચુંટણીમાં 182 સીટ પર જીત મેળવવાનો દાવો કર્યો હતો એ પછી ગુજરાતના રાજકારણમાં તાજેતરમાં બદલાવ આવ્યો અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસે ભાજપના મુખ્ય નેતાઓએ રાજીનામું લઇ લીધું અને નવું સુકાન ભૂપેન્દ્ર પટેલને સોંપવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment