ગોંડલ તાલુકાના ડૈયા ગામ પાસે આવેલી નદી પરના પુલ પર પસાર થતી વખતે એક ખેડૂતનો પગ લપસતા ખેડૂત ઉંડા પાણીમાં ખાબકયો, ખેડૂત નું મૃત્યુ…

Published on: 5:12 pm, Thu, 23 September 21

રાજ્યમાં થયેલા થોડાક દિવસોથી સાથે વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણીના કારણે અત્યાર સુધીમાં ઘણા હોય પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે ગોંડલ તાલુકાના ડૈયા ગામ પાસે નદી પરના ફૂલ પર પસાર થતી વખતે ખેડૂત નો પગ લપસતાં પાણીમાં ખાબક્યા હતા.

પાણીના પ્રવાહને કારણે તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા અને તેઓનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા ગોંડલ ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ખેડૂતના મૃતદેહને બહાર કાઢ્યો હતું.

ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયું હતું. મળતી માહિતી અનુસાર ત્રાકુડામાં રહેતા અને ખેતી કરતા 47 વર્ષીય પ્રવીણભાઈ ઉર્ફે હકાભાઇ હરજીભાઈ પંચાસરા સાંજના સમયે છાપરવડી નદીના બેઠેલા આ પુલ પરથી પસાર થઇ રહ્યા હતા.

તે દરમિયાન તેનો પગ લપસ્યો અને તેઓ નદીમાં પાણી ખાબક્યા હતા. પાણીનો ભારે પ્રવાહના કારણે તેઓ તણાઈ ગયા હતા. તેના કારણે તેઓનું મૃત્યુ થયું હતું.

ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેમનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યું હતું. મૃત્યુની જાણ પરિવારને થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પ્રવીણભાઈ ના મૃત્યુના કારણે બે પુત્ર અને બે પુત્રીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!