રિક્ષાચાલક ના દીકરાને શાળામાં કચરો ઉપાડતી વખતે એવો આઇડિયા આવ્યો કે બનાવી નાખું કચરો ઉપાડવાનું મશીન,આજે દેશ વિદેશમાંથી આવે છે ઓર્ડર

આજે દેશમાં ઘણા એવા બાળકો છે કે જે પોતાના નવા નવા વિચારોથી કંઈક એવું કરતા હોય છે કે જેથી વિશ્વભરમાં ભારતનું નામ રોશન થતું હોય છે. ઉત્તર પ્રદેશના મથુરામાં રહેતા સિકંતો મંડળની સાથે થયો હતો.આ સિકંતો ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યો હતો અને તેનો પરિવાર મથુરાના નાગલા શિવાજી માં રહેતો હતો.

આ વિદ્યાર્થી ના પિતા રીક્ષા ચલાવતા હતા અને તેની જે આવક થતી તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.આ વિદ્યાર્થીઓનું શિક્ષણ જય ગુરુદેવ બાલય વિધાદાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં શરૂ થયું હતું અને તે ધોરણ-૧૦માં અભ્યાસ કરી રહ્યો હતો. એક દિવસ આ વિદ્યાર્થી શાળામાં કચરો સાફ કરી રહ્યો હતો અને કચરો ઉપાડતા સમય એવો વિચાર આવ્યો કે તેને તેની જિંદગી બદલી નાખી.

આ વિદ્યાર્થીઓએ શાળાની સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને એક કચરો ઉપાડવાનું વાહન બનાવ્યું જેથી ખૂબ જ સહેલાઈથી કચરા ને ઉપાડી શકાય. આ વિદ્યાર્થીને આવાહન બનાવતા છ મહિના જેટલો સમય લાગ્યો હતો. ખૂબ જ મહેનત કર્યા બાદ આ કચરો ઉપાડવાનું વાહન તૈયાર થયું હતું.

વિદ્યાર્થી ના આ કચરો ઉપાડવા ના વાહનને વિદેશી કંપનીઓ પણ જોયું અને તે લોકોને પણ આ પ્રોજેક્ટ ખૂબ જ ગમ્યું. તેથી આજે પણ આપણા દેશમાં આ સિકંતો જેવા તેજસ્વી અને બહાદુર વિદ્યાર્થીઓ છે. આ વિદ્યાર્થીએ આ કચરો ઉપાડવાનું વાહન બનાવીને પોતાના પિતાનું અને પરિવાર નું સમગ્ર દેશમાં નામ રોશન કર્યું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*