ગુજરાત રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યો છે. એવામાં રાજ્યમાં દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આગામી 12 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી રહેશે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં ડાંગ, વલસાડ, સુરત, આહવા વગેરેમાં 10 ઇંચ થી પણ વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રનાં મુંબઈશહેરમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ પંચમહાલ ના અનેક વિસ્તારોમાં 100 મિમી થી પણ વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડીમાં 11 અને 12 તારીખની આસપાસ સક્રિય થવાના કારણે આગામી સમયમાં પણ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે.
ઉપરાંત આંબાલાલ પટેલ ખેડૂતોને લઇને પણ એક સારી આગાહી કરી છે. અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર 13 સપ્ટેમ્બર પછી રાજ્યમાં ખેતીલાયક વરસાદ રહેશે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ભારે વરસાદના કારણે નર્મદાના જળસ્તરમાં વધારો થશે. આ ઉપરાંત અન્ય કેટલાક જળાશયોમાં પાણીની આવકમાં વધારો થવાની શક્યતાઓ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment