કેટલાક પરિવારની વિશે આપણે જાણતા હોઈએ છીએ અને તેમના ઘણા એવા કામો થી આપણને ગર્વ પણ થતો હોય છે. આજે આપણે એક એવા જ પરિવાર વિશે જાણીએ જેને જાણીને બધા જ લોકોને ખૂબ જ ખુશી થશે. બધા જ મા-બાપ તેમના બાળકો માટે બધી જ મહેનત કરતા હોય છે અને તેમને મોટા કરીને નોકરી એ પણ લગાવતા હોય છે.
આજે આપણે મોરબીના એક ગુજરાતી પરિવાર વિશે વાત કરવાના છીએ. તેમના ઘરમાં બે દિકરીઓના જન્મ થયા પછી ત્રીજી દીકરીનો જન્મ થયો તો આ પરિવારે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ ગુજરાતી પરિવાર મોરબીમાં રહે છે અને તે પરિવારમાં ત્રીજી દીકરીનો પણ જન્મ થયો હતો એટલે પરિવાર કઈક દાન કરવાનું વિચાર્યું હતું.
ગુજરાતી પરિવારે હડમતીયા ના નકલંક ધામ ની જમીનનું બે લાખ બાવીસ હજાર બસો બાવીસ રૂપિયાનું દાન કરીને એક દાખલો બેસાડ્યો હતો.આ પરિવાર આજે ત્રીજી દીકરી નો જન્મ થતાંની સાથે જ ખૂબ જ ખુશ છે. જન્માષ્ટમીના દિવસે નીતિનભાઈ ના ઘરે દીકરી નો જન્મ થયો હતો.
તેઓએ આ દીકરી નું ભવ્ય સ્વાગત કરીને વધાવી લીધી હતી, જેમાં પ્રજાપતિ પરિવાર અને તેમના બધા જ મિત્રો આ દીકરીના ઘરે આવીને ઉજવણી પણ કરી હતી.
નીતિનભાઈ આ દાન કરી અને દીકરીને અનોખું સ્વાગત કરીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ બેસાડ્યું હતું. આ જોઈને આજુબાજુમાં રહેતા લોકોમાં પણ તેમની ખૂબ જ ચર્ચા થવા લાગી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment