ઘરના આંગણામાં રમતા એક ત્રણ વર્ષના માસુમ બાળકને બેકાબૂ ટ્રક લીધો અડફેટેમાં, માસુમ બાળકનું મૃત્યુ…

Published on: 6:16 pm, Tue, 7 September 21

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ પણ વધતી જાય છે. અત્યાર સુધીમાં અકસ્માતને ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અને ઘણા અકસ્માતો આખે આખા પરિવારે પોતાનો જીવ ગુમાવ્યો હશે. ત્યારે છોટા ઉદયપુરની એક અકસ્માતની ઘટના સામે આવી છે.

અકસ્માતની ઘટનાને સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. મળતી માહિતી મુજબ છોટા ઉદયપુરના બોડેલીમાં અકસ્માતના કારણે ઘરના આંગણા માં રમતા એક માસૂમ બાળકનું મૃત્યુ થયું છે.

મળતી માહિતી અનુસાર એક બાળક પોતાના ઘરને રમી રહ્યો હતો ત્યારે બેકાબૂ બનેલા ટ્રકે બાળકને અડફેટમાં લીધો હતો. તેના કારણે ત્રણ વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા બાળકના પરિવારમાં અને આસપાસના વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. મળતી માહિતી મુજબ બાળકના પિતા પાણીપુરી વેચી ને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે આજરોજ સવારે ત્રણ વર્ષનો રંશ નામનો બાળક પોતાના ઘરના આંગણામાં રહ્યો હતો.

ત્યારે આ સમગ્ર ઘટના સર્જાઇ હતી. બાળક પોતાના ઘરના આંગણામાં રમી રહ્યો હતો ત્યારે સિમેન્ટ થી ભરેલા એક બેકાબૂ ટ્રકે બાળકને અડફેટેમાં લીધો હતો. ઘટના બનતા બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી ઉપરાંત 108 તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. બાળકના મૃતદેહને 108 મારફતે પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઘરના આંગણામાં રમતા એક ત્રણ વર્ષના માસુમ બાળકને બેકાબૂ ટ્રક લીધો અડફેટેમાં, માસુમ બાળકનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*