તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે છોકરીઓ તો ઘરમાં કામ કરતી જ સારી લાગે. આજે અમે તમને એક એવી દીકરી વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે દીકરો બનીને પોતાના માતા-પિતાની મદદ કરી રહી છે.
આજ સુધી તમે પુરુષોને ટ્રેક્ટર ચલાવતા જોયા હશે પણ ખેરાલુના વણઝારા પરિવાર ની દીકરી ટ્રેક્ટર ચલાવી ને પોતાના ઘરનું ગુજરાન ચલાવવામાં પોતાના પિતાને મદદ રૂપ થઇ રહી છે. સ્ત્રી સશક્તિકરણનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.
દિનેશભાઈ વણઝારા નો પરિવાર ખેરાલુમાં રહે છે. એમની આજુબાજુ દસથી બાર પરિવારો પણ રહે છે અને બધા પરિવારો ટ્રેક્ટર અને લોડર રાખીને લોકોનું માટી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. દિનેશભાઈ ની પુત્રી પાયલબેન પણ તેમના પિતાને આ કામમાં મદદ કરે છે. પાયલ માતાને ઘરકામમાં મદદ કરીને પિતા જોડે કામ કરવા માટે જાય છે.
પાયલબેન માટીના ફેરા કરવા, માલસામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. માટીના ફેરા કરીને જમીન લેવલીંગ કરવું. પાયલને ટ્રેક્ટર માં આવું પુરુષ જેવું કામ કરતાં જોઈને બધા લોકો ચોંકી જાય છે. બધા લોકો પાયલના કામની પ્રશંસા પણ કરી રહ્યા છે. ખેરાલુના વેપારીઓ પાયલ ને જોઈને કહે છે કે જે કામ દીકરાને કરવાનું હોય તે કામ દીકરી તેના પિતા માટે કરી રહી છે.
પાયલ એ આજે સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાયલ ઘરકામમાં તેના પિતાને મદદ પણ કરે છે અને કોઈ કામ નો ફોન આવે કે તરત જ ટ્રેક્ટર લઈને ઉપડી જાય છે. પાયલ નું કહેવું છે કે મને ગર્વ છે કે હુંજે કામ કરું છુ એનો. પાયલ નું કેવું છે મને જોઈને મારા આજુબાજુ રહેતી દીકરીઓ પણ ટ્રેક્ટર શીખીને પરિવારમાં મદદ કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment