તળાજાના ખેડૂત મા-બાપના દીકરાએ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના ઘરે પાછા ફર્યા તો ગામ લોકોએ કર્યું સ્વાગત, લાંબા સમય બાદ દીકરાને જોતા માતા પિતા રડી પડ્યા

હવે ગામડાના બાળકો પણ મહેનત કરીને પોતાને મનગમતી નોકરી મેળવી રહ્યા છે. ગામડાંના યુવાનો પણ મહેનત કરીને પોતાના માતાપિતા નું નામ સમગ્ર દુનિયામાં રોશન કરી રહ્યા છે. આવી જ એક ઘટના તળાજાના સરતાનપરથી સામે આવી રહી છે.

જ્યાં આર્મી ટ્રેનિંગ પૂરી કરીને પાછા ફરેલા ગામના યુવાન નું ગામ લોકો દ્વાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તળાજાના સરતાનપર ગામના મેહુલ ભાઈ નું આર્મીમાં સિલેક્શન થતાં અને ઓર્ડર આવતા આખા ગામે તેમને ખુશીથી ટ્રેનિંગ માટે મોકલ્યા હતા.

જ્યારે ગામના લોકોને ખબર પડી કે મેહુલભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે તો ગામના લોકોએ ખૂબ જ ઉત્સાહથી તેમનું સ્વાગત કર્યું હતું અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.ગામના લોકોએ મેહુલભાઈનું સ્વાગત ફૂલોની માળા પહેરાવી ને કર્યું હતું.

મેહુલભાઈ એ પણ ગામમાં પરત આવીને સૌથી પહેલાં પોતાના માતા-પિતાના આશીર્વાદ લીધા હતા. કારણકે આજે જે પણ છે તે માતા-પિતાની મહેનત ના કારણે છે. મેહુલભાઈ ના માતા પિતા એ ખૂબ જ મહેનત મજૂરી કરીને તેમને ભણાવ્યા અને એ લાયક બનાવ્યા કે તે પોતાના સપના પૂરી કરી શકે.

મેહુલભાઈએ પણ આર્મીમાં સિલેક્ટ થઇ ને પોતાના માતા પિતા નું નામ આખા સમાજમાં ઊંચું કર્યું છે. ગામના લોકો ડીજેનાતાલે તેમને ગામની બધી શેરીઓમાં ફેરવ્યા હતા.

ગામના લોકો પણ મેહુલ ભાઈ ની ટ્રેનિંગ પૂરી કરવાની ખુશી માં સામેલ થઇને મન મૂકીને નાચ્યા હતા. મેહુલભાઈ ના માતા-પિતા પણ પોતાના દીકરાની આ સિદ્ધિ જોઈને ગામલોકોનો તેના પ્રત્યે આ ભાવ જોઈને ભાવુક થઈ ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*