આજકાલ અકસ્માતના કારણે ઘણા નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. એક વ્યક્તિની બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાય છે. મળતી માહિતી મુજબ વલસાડના રાજ નગર ખાતે એક ટ્રક રેતી ભરીને રાજન નગર થી ચંદ્રપુર તરફ જઈ રહ્યો હતો.
તે દરમિયાન એક સાઇકલ ચાલકને ટ્રક ચાલકે પાછળના ટાયરમાં અડફેતીમાં લીધો છે. અકસ્માતમાં સાઇકલ ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે.
આ ઉપરાંત પોલીસ દ્વારા ચાલકની અટકાયત કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટ્રક ની વાત કરીએ તો GJ 15 AY 2243 નો ચાલક રેતી ભરીને રાજલ થી ચંદ્રપુર તરફ જઈ રહ્યો હતો.
આ દરમિયાન સમગ્ર અકસ્માત સર્જાયો છે.તપાસ અનુસાર સાયકલ ચાલક નું નામ સામે આવ્યું છે. સાયકલ ચાલક નું નામ બચુભાઈ નાયક હતું. આ ઉપરાંત ટ્રકચાલકનું નામ મજીત કુમાર છે.
આ ઉપરાંત અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને 108ને જાણ કરી દીધી હતી. મળતી માહિતી મુજબ ટ્રક અને સાઇકલ ની ટક્કર થઇ ત્યારે ટ્રક ચાલેકે તાત્કાલિક ટ્રકને બ્રેક મારી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment