મહેસાણામાં વિકાસ નગર પાસે એક રિક્ષામાંથી મળ્યું અજાણ્યો મૃતદેહ…

Published on: 5:58 pm, Tue, 17 August 21

આજકાલ અવારનવાર ઘટના બની રહે છે. ક્યારે મહેસાણા અમદાવાદ હાઇવે પર આજે વહેલી સવારે રોડ ની બાજુમાં ઉભેલી એક રિક્ષામાં એક પુરુષનું મૃતદેહ મળી આવ્યું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલા વિકાસનગર ના પાટીયા પાસે આ રીક્ષા ઊભેલી હતી. આ ઉપરાંત રિક્ષાનો નંબર GJ 01 TA 1162 છે.

મળતી માહિતી મુજબ રિક્ષામાં કોઈપણ રિક્ષાચાલક ન હતો અને રિક્ષાની પાછળ ની સીટ માં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ પડ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતા આસપાસના લોકો ત્યાં પહોંચી આવ્યા હતા.

અને સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. આ ઉપરાંત મહેસાણા બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે આવી હતી. પોલીસ દ્વારા રીક્ષા માં પડેલા મૃતદેહ કોનું છે તેની તપાસ ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ આજરોજ સવારે 7.30 કલાકે રિક્ષામાંથી મૃતદેહ મળી આવ્યું હતું. મૃતદેહની સાથે રીક્ષામાંથી એક પ્લાસ્ટિકની બોટલ પણ મળી આવી હતી. ત્યારે તેવું અનુમાન લગાવવામાં આવે છે કે નશો કરેલી હાલતમાં મૃત્યુ થયું છે.

આ ઉપરાંત મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને જાણ કર્યા બાદ પોલીસ દ્વારા મહેસાણા સિવિલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે અને હવે આગળની કાર્યવાહી પોલીસ હાથ ધરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "મહેસાણામાં વિકાસ નગર પાસે એક રિક્ષામાંથી મળ્યું અજાણ્યો મૃતદેહ…"

Leave a comment

Your email address will not be published.


*