આજકાલ દિવસેને દિવસે ચોરીની ઘટના ખૂબ જ વધી રહી છે અને હવે તો ચોરી દુનિયા ત્યાંથી થાય છે કોઈક વાર મંદિરમાં ચોરી થાય છે કોઈક વાર સેવાકીય સંસ્થાઓ માંથી જ ચોરી થઈ જાય છે. તેવી ઘટના અમરેલીના લાઠી ગામ માં સામે આવી છે.
મળતી માહિતી મુજબ લાઠીમાં આવેલ મહાદેવ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત ગૌશાળા માં ચાર ચોરોએ 18 મણ વજનની તેજોરી ને તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
ચોરી કરનાર લોકો ને ખાલી હાથે જવું પડ્યું પરંતુ ગૌશાળા અને આ સમગ્ર ઘટનામાં 26 હજાર રૂપિયાનું નુકસાન જરૂર થયું હતું.
મળતી માહિતી મુજબ મહાદેવ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટના ગૌસેવા કેન્દ્રમાં 9 તારીખ ના રોજ રાત્રે બે વાગ્યાની આસપાસ ચાર ગૌશાળામાં ઘૂસ્યા હતા. તેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ચોરી ઓફિસ માં આવેલ કબાટને તાળું તોડી નાખ્યું હતું અને કબાટ લોકર પણ તોડ્યું હતું. આ ઉપરાંત સીસીટીવી નું ડોંગલ પણ પાણીમાં નાખી દીધું હતું.
ચોર દ્વારા તિજોરી ઉચકીને ઓફિસમાંથી 50 મીટર દૂર પડતર મેદાનમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તિજોરી તોડી નાંખી હતી. પરંતુ તિજોરી ખાલી હતી તે માટે ચોરોને ખાલી હાથે ઘરે જવું પડ્યું હતું. આ સમગ્ર ઘટનામાં ગૌશાળાને 26000 નુકસાન થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment