વરસાદ પાછો ખેંચાતા ગુજરાતના ખેડૂતોને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધા મોટા નિર્ણય, ખેડૂતોની થશે લાભ.

Published on: 10:11 am, Wed, 11 August 21

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા સમયથી અનેક વિસ્તારોમાં સારો વરસાદ માહોલ જામ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં વરસાદ પાછો ખેંચાયો છે વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો અને પાકને નુકસાનની ચિંતા સતાવી રહી છે. ત્યારે ખેડૂતોના ઉભા પાકને નુકસાનથી બચવા પાણી મળી રહે.

તેવા અભિગમથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના જળાશય અને ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જળસંપતિ વિભાગને આદેશ આપવામાં આવ્યો છે.

કે જળાશયોમાં આગામી 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો તો રાખો અને બાકીનું પાણી ખેડૂતો માટે આપવામાં આવશે જેથી ખેડૂતો ઉભા પાકને બચાવી શકે.

મળતી માહિતી મુજબ ખેડૂતો માટે પાણીનો જથ્થો છોડવામાં આવશે ત્યારે અંદાજે રાજ્યના પાંચ લાખ હેક્ટર જમીન વિસ્તારને આ લાભ મળશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 ડેમ માંથી 88 જળાશયોમાંથી સિંચાઈ માટે પાણીની આયાત સૌરાષ્ટ્ર વિસ્તારની 60 હજાર એકર જમીનને તેમજ ઉત્તર ગુજરાતમાં થોરાળી ડેમ નું પાણી 15 હજાર હેક્ટરને સિંચાઈ માટે મળતું થવાનું છે.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી અગાઉ પણ ખેડૂતોને ફાયદો થાય તે માટે જુલાઈ મહિનામાં ખેડૂતોને 8ને બદલે 9 કલાક હવે આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.

જ્યારે હાલમાં અનેક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે અને વરસાદ પાછો ખેંચાતા જોવા મળ્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 30 સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો આરક્ષિત રાખીને બાકીનું પાણી ખેડૂતો માટે સિંચાઈ માટે છોડવામાં આવશે તે નિર્ણય લીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વરસાદ પાછો ખેંચાતા ગુજરાતના ખેડૂતોને લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધા મોટા નિર્ણય, ખેડૂતોની થશે લાભ."

Leave a comment

Your email address will not be published.


*