કોરોના સંક્રમણ ના કેસો ઘટી ગયા બાદ યુપી બિહાર ના કારીગરો રોજગારી ની તલાશ માટે સુરત આવ્યા હતા.પરંતુ ટેક્સ્ટાઇલ ઉધોગમાં ભારે મંદી હોવાના કારણે કારીગરો પરત થયા હતા.25 હજારથી વધુ કારીગરો પોતાના વતને જવાનો અંદાજ છે.
થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશ અને બિહાર માંથી વધુ પડતા કારીગરો રોજગાર ની તલાશ માટે સુરત આવ્યા હતા.આ કારીગરો સુરતમાં 10-12 દિવસ રોકાયા બાદ કોઈ જગ્યાએ કામ ન મળતા તેઓ પોતાના વતન પાછા ચાલ્યા ગયા હતા તેવું ફિનીશદ ની ડિલિવરીના કામકાજ સાથે સંકળાયેલા સંજય પાટીલે જણાવ્યું હતું.
છેલ્લા 10 વર્ષ થી આવું કયારેય બન્યું જ નથી.હકીકતમાં તો જરૂર કરતા વધુ કારીગરો રોજીરોટી માટે સુરત આવી પહોંચ્યા હતા પરંતુ રોજગારી નહિ મળતા પરત થવું પડ્યું હતું.જોકે હજુ આજની તારીખે પણ કારીગરો વતન માટે નીકળી રહ્યા છે.માલ ની ડિલિવરી સાથે સંકળાયેલા કારીગરો અત્યારે પૂરતા પ્રમાણમાં છે,કોઈ મુશ્કેલી નથી.
ટેક્સ્ટાઇલ ઉધોગમાં કામકાજો ધીરે ધીરે સુધરી રહા છે.પહેલા કરતા હાલ ની પરિસ્થિતિ સુધરી છે અને કામકાજમાં વધારો થયો છે.કાપડ બજારોમાંથી પારસલનું ડીસ્પેચીંગ પણ થોડું વધ્યું છે.કાપડબજાર માં કામકાજમાં સતત વધારો ઘટાડો થતો રહે છે.કયારેક અઠવાડિયું કામકાજ ચાલે તો બીજા અઠવાડિયે ફરી પછી મંદી આવે એટલે કામકાજ ઘટી જાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment