હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની મોટી આગાહી : ફરી એક વખત રાજ્યમાં વરસાદ ગાભા કાઢી નાખશે…

Published on: 11:39 am, Sun, 8 August 21

ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ફરી એક વખત વરસાદને લઈને હવામાન અંબાલાલ પટેલ ની આગાહી કરી છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 14 ઓગસ્ટ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે.

આ ઉપરાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં 18 થી 24 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. ત્યારે બીજી તરફ અંબાલાલ પટેલ ની આગાહી મુજબ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી સમયમાં સારા વરસાદના એંધાણ છે. અંબાલાલ પટેલ ના જણાવ્યા મુજબ ખેડૂતોને ઓગસ્ટ મહિનામાં વરસાદથી લાભ થશે.

ત્યારે બીજી તરફ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામશે. અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વરસાદ ગાભા કાઢી નાખશે.

આ વર્ષે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સીઝનનો સૌથી વધુ વરસાદ ખાબકયો છે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 22.55 ઈંચ વરસાદ પડી ચૂકયો છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 12 ઇંચ વરસાદ સાથે 36% વરસાદ નોંધાયો છે.

ગયા વર્ષે 5 ઓગસ્ટ સુધીમાં 14 ઇંચ સાથે મોસમમાં 43 ટકા વરસાદ નોંધાયો હતો. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે હજુ પણ 7 ટકા વરસાદ ઓછો નોંધાયો છે.’ આ ઉપરાંત અત્યાર સુધીમાં કચ્છમાં 5.51 ઈચ્છા સાથે મોસમનો 31.61 ટકા વરસાદ નોંધાયો છે.

ઉત્તર ગુજરાતમાં 8.70 એ જ સાથે મોસમનો 30.78 ટકા વરસાદ નોંધાયો છે, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.79 ટકા વરસાદ નોંધાયો છે, સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.47 ટકા વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાતમાં 22.55 એ જ સાથે મોસમનો સરેરાશ 39.18 ટકા વરસાદ નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની મોટી આગાહી : ફરી એક વખત રાજ્યમાં વરસાદ ગાભા કાઢી નાખશે…"

Leave a comment

Your email address will not be published.


*