2022 ની વિધાનસભાની ચુંટણી પહેલા અલ્પેશ કથીરીયા અને SPG ના લાલજી પટેલ વચ્ચે થવા જઈ રહ્યુ છે મહત્વનું કાર્ય,જાણો

Published on: 10:48 am, Sun, 8 August 21

ગુજરાત રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષો તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે પાટીદાર સંગઠન એક થઈ ગયું છે.

ત્યારે ગઇકાલે મહેસાણા ખાતે પાટીદાર નેતા અલ્પેશ કથેરિયા અને દિનેશ બાંભણીયા સહિતના આસપાસના આગેવાનો પહોંચ્યા હતા. ત્યાં SPG ના લાલજી પટેલ સાથે પાટીદારોની બેઠક યોજાઇ હતી.

આ સમગ્ર બેઠક આગામી સમયમાં યોજાનાર આ આંદોલન અંગે થઈ હતી. મળતી માહિતી મુજબ પાટીદાર સમાજ પડતર પ્રશ્નોને લઇને ફરી એક વખત આંદોલન કરશે.

પાટીદાર નેતા અલ્પેશ કથેરિયા જેલમાંથી છૂટ્યા બાદ લાલજી પટેલ સાથે આ પહેલી બેઠક યોજી હતી. આ બેઠકમાં પાટીદાર સમાજના પડતર પ્રશ્નો ઉકેલવા અને તેને આંદોલન સાથે જોડવાની ચર્ચા થઈ હતી.

મળતા અહેવાલ મુજબ પાટીદાર આંદોલન નો પાઠ-2 શરૂ થશે. હવે જે આંદોલન થશે એમાં પ્રથમ આંદોલનમાં પોતાના જીવ ગુમાવનાર યુવકોના પરિવારજનોને નોકરીની માંગ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રથમ આંદોલનમાં કેટલાય પાટીદાર ભાઈઓ પર કેસ થયા હતા તે પરત ખેંચવાની પણ માંગ કરવામાં આવશે.

આ ઉપરાંત લાલજી પટેલે કહ્યું કે 2004થી આંદોલન થઇ રહયા છે. અને પાટીદાર સમાજના નવા નવા સંગઠનો બન્યા હતા. પરંતુ જ્યારે પાટીદાર આંદોલન થયું ત્યારે તમામ લોકો એક સાથે મેદાનમાં ઉતર્યા હતા.

હવે ટૂંક સમયમાં બધા પાટીદાર ભાઈઓ એક સાથે આવીને ફરી આંદોલન માં ઉતરી રહ્યા છે. આ ઉપરાંત કહ્યું કે આંદોલન કરીને રાજકીય હાથો નહીં બનવા દઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!