રૂપાણી સરકાર રાજ્યની મહિલાઓને આજથી આપશે 0 વ્યાજે લોન, જાણો લોન લેવા શું કરવું પડશે?

ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આજથી રાજ્યની રૂપાણી સરકાર દ્વારા મહિલા ઉત્કર્ષ યોજના ની શરૂઆત થઈ છે. આ યોજનામાં રાજ્યની મહિલાઓને વિના વ્યાજે લોન આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય ઉદેશ માત્ર 0 ટકા વ્યાજ લોન ઉપલબ્ધ કરવાનો જ નહીં.

પરંતુ રાજ્યની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. મહિલાઓ આર્થિક રીતે આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે અંતર્ગત 10 મહિલાઓનું એક સખી મંડળ, એમ કુલ 10 લાખ “સખી મંડળો” નિર્મિત કરીને દરેક સખીમંડળ અને એક લાખ રૂપિયાની લોન 0 ટકાના વ્યાજે આપવામાં આવશે.

ભૂતકાળમાં બહેનોના સખીમંડળોને નોંધણી પછી પ્રોજેક્ટ બનાવવો પડતો, અને ત્યારબાદ બેંકમાં મંજૂરી માટે આપવો પડતો ત્યાર બાદ મહામહેનતે લોન મળતી પરંતુ હવે આ યોજનાથી તમને બેંક લોન આપશે.આ યોજનાનો લાભ લેવા માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ રાજ્યકક્ષાની બેંક નક્કી કરવામાં આવી છે.

જેમાં ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, HDFC, ICICI અને એક્સિસ બેન્ક દ્વારા યોજનામાં જોડવા અંગેના MOU થાય છે.

મળતી માહિતી મુજબ આ યોજના અંતર્ગત પ્રત્યેક જૂથને નિયમિત હપ્તા ભરવા પડશે. મળતી માહિતી મુજબ 1 લાખની ઉપરનું વ્યાજ સરકાર તરફથી ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં 50000 તથા શહેરી વિસ્તારોમાં 50000 JLESG ને આવરી લેવામાં આવશે. જેની વ્યાજની રકમ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે.

આ યોજના માટે રાષ્ટ્રીયકૃત બેન્ક, ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેન્કો, કો-ઓપરેટીવ મંડળીઓ તથા RIB માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ MFI મેં પણ સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*