ગુજરાત રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા તંત્રની પોલ ખૂલી ગઈ છે. માત્ર શહેરના રસ્તા જ નહીં પરંતુ નેશનલ હાઇવેના રસ્તા પણ વરસાદના કારણે ધોવાઈ ગયા છે.
હાઈવે ની વાત કરીએ તો સોમનાથ ભાવનગર નેશનલ હાઇવેનું ધોવાણ થઈ ગયું છે. સીઝનના સામાન્ય વરસાદમાં જ રોડ ખાડા ખાબોચિયા વાળો થઈ ગયો છે. આ ઉપરાંત પ્રાચીતીર્થ થી વેરાવળ વચ્ચેનો રસ્તો પણ તૂટી પડયો છે.
અને છેલ્લા ચાર વર્ષથી ફોર ટ્રેકનું કામ કાચબાની ગતિએ ચાલતું હોય એવું સ્થાનિકોનું કહેવું છે. જેના કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલી પડી રહી છે.
આ ઉપરાંત જામનગર જિલ્લાના સીદસર પાસેનો રોડ પણ 3 મહિનામાં ગાયબ થઈ ગયો છે. આ રોડ 80 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો પરંતુ વરસાદના કારણે રોડનું ધોવાણ થઈ ગયું છે અને એવું લાગી રહ્યું છે ત્યાં રોડ જ નથી.
આ ઉપરાંત ઉમિયાધામ સીદસર જવાનું માત્ર એક જ ડાઇવર્ઝન ગાયબ થઈ જતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. રસ્તાનો ધોવાણ થતાં તંત્ર દ્વારા કરવામાં આવેલી ભ્રષ્ટ કામગીરી સામે આવી છે.
આ ઉપરાંત સીદસર ગામ પાસે વેણુ નદી પરનો ડાયવર્ઝન ગાયબ થઈ ગયો છે. કારણકે ઉમિયા સાગર ડેમ ઓવરફ્લો થતાં વેણુ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. ડાયવર્ઝન ની વાત કરીએ તો થોડાક સમય પહેલાં જ 65 લાખના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું.
આ ઉપરાંત અમદાવાદમાં વરસાદ ની નબળી કામગીરીની પોલ ખૂલી ગઈ છે. તેમજ શહેરમાં અનેક જગ્યામાં રસ્તાઓ ધોવાઈ ગયા છે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં રસ્તા તો ગાયબ થઇ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment