ગુજરાતના બનાસકાંઠા ડેરી સાથે જોડાયેલા દરેક ખેડૂતો માટે સારા સમાચાર છે. બનાસકાંઠા ડેરી સાથે જોડાયેલા ખેડૂતોના એકાઉન્ટમાં લાખોમાં મોકલવામાં આવશે. આ સમગ્ર ઘોષણા બનાસકાંઠા જિલ્લાના સહકારી દુગ્ધ સંઘના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ પોતાના 5 લાખથી વધુ પશુપાલન ખેડૂતોને 1128 કરોડ રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે.
મળતી માહિતી મુજબ આ બોનસ ઓગસ્ટ મહિનામાં ખેડૂતોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. દેશની આ કોઈપણ પ્રકારની સહકારી ડેરી દ્વારા જાહેર કરેલું સૌથી મોટું બોનસ છે.
મળતી માહિતી મુજબ આ બોનસ રકમ દરેક ખેડૂતોના એકાઉન્ટમાં 225600 રૂપિયા મોકલવામાં આવશે. તેમજ બનાસ ડેરી દૂધ સમિતિઓને 125 કરોડો રૂપિયાનું ડીબેચસ નું પેમેન્ટ આપવામાં આવશે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના 5.5 લાખ દૂધ ઉત્પાદન કરતા ખેડૂતોને 1007 કરોડ રૂપિયા ડાયરેક્ટ પેમેન્ટ કરવામાં આવશે.
આ ઉપરાંત નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન બનાસ ડેરી નું રેવન્યુ 11 ટકા વધીને 13000 કરોડ રૂપિયા પહોંચી ગયું હતું. આ ઘોષણા થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment