ગુજરાત રાજ્યમાં વરસાદ અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં ગઇકાલની વાત કરે તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો હતો.
ત્યારે આજે વહેલી સવારે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડી રહ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે એવી શક્યતાઓ છે.
આ ઉપરાંત વડોદરા, ગાંધીનગર, મહેસાણા અને સુરત સહિતના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ હળવો વરસાદ પડી શકે છે.
આગાહી મુજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં સારો વરસાદ ખાબકી શકે છે.
મહત્વનું એ છે કે બંગાળની ખાડીમાં લો પ્રેસર જાતા ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થાય છે તેના કારણે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ અરવલ્લી છોટાઉદયપુર મહીસાગર સાબરકાંઠા પાટણ બનાસકાંઠા દાહોદ પંચમહાલ સહિતના અનેક પંથકોમાં સારો વરસાદ પડી શકે છે. તેમજ બીજી તરફ વડોદરા ગાંધીનગર નર્મદા વલસાડ અમદાવાદ જામનગર-રાજકોટ વગેરે શહેરમાં સારો એવો વરસાદ નું અનુમાન છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment