ગુજરાતમાં કોરોના ની બીજી લેહર ધીમેધીમે ઘટી રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી ની ઉપસ્થિતમાં પોરબંદરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે પ્રસિધ્ધ કથાકાર ભાઈશ્રી રમેશભાઈ હસ્તે 20 હજાર લિટરની ક્ષમતાની કાયોજેનીક ઓક્સિજન ટેન્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારી બચવા માટે એક જ ઓપ્શન છે જે છે ઓક્સિજન. ગુજરાત સરકારને કોરોના ની બીજી લહેર ને કાબુમાં મેળવવા માટે સફળતા મેળવી છે.
ભારત સરકાર અને ગુજરાત સરકાર સેવા સંસ્થાઓનો સહયોગ લઇને કોરોના ની સંભાવિત ત્રીજી લહેર આવે તે પહેલાં જ ઓક્સિજનની સંભાવિત જરૂરિયાતને પહોંચી વળવા નું કામ કરી રહી છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે ધાર્મિક સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓના સહયોગ તેમજ સરકારના આગેતારો આયોજન અને લોકોની જાગૃતતા સાથે ગુજરાતમાં કોરોના ની ત્રીજી લહેરને આવવાથી અટકાવવાની છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોના ની બીજી લહેર ઘટી છે પરંતુ કોરોના હજુ ગયો નથી.
આપણે સૌને કોરોના ના તમામ નિયમો અને સામાજિક અંતર તથા માસ્ક ફરજિયાત અને રસીકરણ વગેરેનું પાલન કરશો તો કોરોના હારી જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.