દેશમાં કોરોના ની બીજી લહેર ધીમેધીમે ઘટી રહી છે. ત્યારે થોડાક દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટ વિસ્તરણ થયું હતું. એવામાં કોરોના ની ત્રીજી લહેરની સંભાવનાઓ વચ્ચે દિલ્હીમાં બેઠકોના દોર શરૂ થઈ ગયા છે.
મળતી માહિતી મુજબ આજરોજ પ્રધાનમંત્રી ની આગેવાનીમાં ઓક્સિજન ની સ્થિતિ અંગે મહત્વની બેઠક યોજાઇ શકે તેવી શક્યતાઓ છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં ઓક્સિજનની માગ અને પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરશે.
દેશમાં કોરોના ની બીજી લહેર ધીમી પડી રહી છે અને છેલ્લા થોડા દિવસોથી કોરોના ના કેસ પણ ઘટયા છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં વધારો થયો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસ 43393 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના ના કારણે 44459 લોકોને કોરોના માંથી રિકવરી મળી છે.
ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોના ના કારણે 911 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના કેસની સંખ્યા 30752950એ પહોંચ્યો છે.
ઉપરાંત કોરોના ના કારણે દેશમાં અત્યાર સુધીમાં 405939 લોકો પોતાના જીવ ગુમાવ્યો છે. તેમજ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 29888284 પહોંચી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment