આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટમાં મોટા ફેરફાર કરશે તેવી સંભાવનાઓ છે. કેબિનેટ બેઠક પહેલા જ ઘણા નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. કેબિનેટ વિસ્તરણ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓને તક આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર હાલમાં 81 મંત્રીઓ બનાવી શકે છે. હાલમાં સરકાર પાસે 53 કેબિનેટ મંત્રીઓ છે. એટલે 28 નવા મંત્રીઓ આગામી સમયમાં કેબિનેટમાં સામેલ થઈ શકે છે.
કેબિનેટ વિસ્તરણ આજે સાંજે થઈ શકે છે. 20 થી 22 મંત્રીઓ શપથ લઇ શકે છે. આ શપથ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સાંજે 6 વાગે લેવડાવશે.
ઉપરાંત મોદી કેબિનેટ વિસ્તાર અને પહેલા જ 4 કેન્દ્રીય મંત્રી ઓ એ રાજીનામું આપી દીધું. મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંત્રી દેબોશ્રી ચૌધરી, શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશાંક, શ્રમ મંત્રી સંતોષ ગંગવાર અને ખાતર મંત્રી સદાનંદ ગૌધ્ધા રાજીનામું આપ્યું છે.
હાલમાં મોદી સરકાર પાસે નવ મંત્રીઓ એવા છે કે જેની પાસે એક કરતાં પણ વધુ વિભાગની જવાબદારીઓ છે. જેમાં ડોક્ટર હર્ષવર્ધન, નરેન્દ્રસિંહ તોમર, સ્મૃતિ ઈરાની, નિતીન ગડકરી, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રકાશ જાવડેકર, પિપુષ ગોયલ અને હરદીપસિંહ સામેલ થઈ શકે છે.
સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે કેબિનેટમાં મોટા ફેરફાર થઈ શકે છે. અમુક મંત્રીઓને કેબિનેટમાંથી રજા આપી તેવી શક્યતાઓ છે. મળતી માહિતી મુજબ કેબિનેટમાં નવા 30 થી 35 ટકા ચહેરા બદલાઈ જશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment