દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે ધંધા ખૂબ જ પરેશાન છે. તેઓમાં આજે શુક્રવારના રોજ પેટ્રોલના ભાવમાં 27 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો અને ડિઝલના ભાવમાં 28 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો.
દેશની રાજધાનીમાં આજે પ્રતિ લીટર વધારા સાથે પેટ્રોલનો ભાવ 96.93 રૂપિયા નોંધાયો છે. ત્યારે ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે. મુંબઈમાં આજે પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 103.08 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 87.69 રૂપિયા છે.
ચેન્નઈમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 98.14 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.31 રૂપિયા છે. કોલકત્તામાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 96.84 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 90.54 રૂપિયા નોંધાયો છે.
ગુરૂવારના રોજ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન કર્યો હતો. જ્યારે આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના સૌથી વધારે ભાવ રાજસ્થાન ગંગાનગર શહેરમાં બુધવારના રોજ નોંધાયો હતો.
શહેરમાં પેટ્રોલનો પ્રતિલિટર ભાવ 107.79 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 100.51 રૂપિયા નોંધાયો હતો. જો તમારે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘર બેઠા બેઠા જાણવું હોય તો આ રીતે એક એસએમએસ કરીને જાણી શકો છો.
ઇન્ડીયન રેલવેની વેબસાઇટ અનુસાર RSP અને તમારા શહેર નો કોડ લખીને 9224992249 નંબર પર એસએમએસ મોકલવાનો રહેશે. દેશમાં સવારમાં 06:00 ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઘટાડો થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment