કોરોનાની મહામારી વચ્ચે ભારત દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં તો ભારતમાં અમુક રાજ્યોમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. તેના કારણે દેશની સામાન્ય જનતા ખૂબ જ પરેશાન છે.
ભારતમાં ચૂંટણી પૂરી થતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ દુનિયામાં એક એવો દેશ છે જ્યાં 1 રૂપિયો અને 46 પૈસામાં પેટ્રોલ મળે છે. દુનિયામાં વેનેઝુએલામાં દુનિયાનું સૌથી સસ્તુ પેટ્રોલ મળે છે.
ત્યાં એક લિટર પેટ્રોલનો ભાવ માત્ર 1.46 રૂપિયા છે. ત્યારબાદ ઈરાને બીજા નંબર આવે છે. ઈરાનમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત 24 રૂપિયા છે.
આપણ ને મનમાં એવો સવાલ ઊભો થાય છે કે આ દેશોમાં પેટ્રોલ-ડીઝલ જેટલું સસ્તું કે મળે છે? વેનેઝુએલા એ દેશ છે કે જ્યાં વિશ્વમાં સૌથી સસ્તુ પેટ્રોલ મળે છે. ત્યાં પેટ્રોલ સસ્તુ હોવાનું એક જ કારણ છે.
કારણકે વેનેઝુએલામાં પૃથ્વી પર સૌથી વધુ તેલનો ભંડાર ધરાવતો દેશ છે. દેશની આર્થિક પરિસ્થિતિ બગડી જવાનાં કારણે દેશમાં બળતણ પર સબસિડી આપે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment