કેન્દ્ર સરકાર ખેડૂતોની આર્થિક મદદ માટે યોજનાઓ ચલાવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને પીએમ કિસાન માનધન યોજના પણ સામેલ છે. જો તમે પીએમ કિસાન ખાતાધારક છો તો તમને ફરીથી નોંધણી કરાવવાની જરૂર નથી. આટલું નહિ આ પેન્શન યોજના યોગદાનને સન્માન નિધિ હેઠળ મળતી રકમ માથી કાપી દેવામાં આવશે.
જેનાથી ખેડુતોને દર ચાર મહિને 2000 રૂપિયાના હપ્તા સાથે જ 60 વર્ષની ઉંમર પછી દર મહિને ત્રણ હજાર રૂપિયા પણ મળશે. વિશેષ બાબત એ છે કે જે ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળી રહ્યો છે.
તેઓને આ યોજના માટે અલગ નોંધણી કરાવવાની રહેશે નહીં. સરકાર પાસે પહેલાથી જ તેમના તમામ મહત્વપૂર્ણ પુરાવા છે, આવી સ્થિતિમાં ખેડૂતોને કોઈ નોંધણી કરાવવી પડશે નહીં કે કોઈ પુરાવા આપવાના રહેશે નહીં.
પીએમ કિસાન યોજના હેઠળ મળેલા હપ્તા દ્વારા ખેડૂતોને પણ આ યોજનામાં સીધો ફાળો આપવાનો વિકલ્પ મળશે. આ રીતે કિસાન માનધન યોજના હેઠળ ફાળો આપવા માટે ખેડૂતોને તેમના ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડશે નહીં.
તેના માટે તેમને વાર્ષિક 6 હજાર રૂપિયા મળતી રકમ થી જ પ્રીમિયમ કટ થઈ જશે. આ રીતે ખેડૂતોને બમણો ફાયદો થવાનો છે અને ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા નહીં.
પણ પ્રધાનમંત્રી કિસાન માન ધન યોજના અંતર્ગત 36000 રૂપિયા પણ મળશે અને આ રીતે બંને યોજનાનો લાભ લઈને ખેડૂતોને 42 હજાર રૂપિયા સુધીનો લાભ મળી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment