ગુજરાતમાં તબાહી મચાવશે આ વાવાઝોડું, આ તારીખે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે, તંત્ર એલર્ટ.

Published on: 10:48 am, Thu, 13 May 21

મહામારી વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભવી રહેલા વાવાઝોડાને પગલે ગુજરાત સરકાર એલર્ટ બની છે. ટાઉતે નામનું વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાઈ શકે છે તેવી ભીતિ ને પગલે સરકાર હરકત માં આવી છે. વાવાઝોડા ની સંભાવનાના પગલે સૌરાષ્ટ્ર કચ્છ માં તંત્ર ને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે.

તારીખ 19 મીએ ટાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. એક બાજુ મહામારી ના કારણે સરકાર સક્રિય બની છે ત્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં સાયક્લોન સિસ્ટમ ઉદભવી રહી છે.

હવામાન વિભાગની આગાહી છે કે,14 મી થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટી શરૂ થશે જેના પગલે ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. દક્ષિણ અને પશ્ચિમ અરબી સમુદ્ર માં એક પ્રેશર સક્રિય થઈ શકે છે.

આ લો પ્રેશર સક્રિય થઈ શકે છે.આ લો પ્રેશર એક્ટીવિટી પર હવામાન નજર રાખી રહ્યું છે.જયારે તા 16 મી એ અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય બને તેવી સંભાવના છે.

વાવાઝોડું સક્રિય થયા બાદ કઈ દિશામાં ફંટાશે તે હાલમાં કહી શકાય તેમ નથી. 19 મી એ ટાઉતે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.

ટાઉતે વાવાઝોડા થી ગુજરાત દરિયાકાંઠે જાન માલ હાનીનું નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકાર એક્શન પ્લાન ઘડ્યો છે. રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે.

આ ઉપરાંત દરિયા કાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરાઇ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એનડીએફઆરએફ ની ટીમોને તેનાત કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં તબાહી મચાવશે આ વાવાઝોડું, આ તારીખે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે, તંત્ર એલર્ટ."

Leave a comment

Your email address will not be published.


*