રાજ્યમાં મહામારી ના મુદ્દે હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો અંગે અત્યારે સુનાવણી શરૂ થશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના એફિડેવિટ પર કોર્ટમાં સુનાવણી ચાલુ છે. એફિડેવિટમાં ઓક્સિજન અછત નહીં સર્જાય તેવો દાવો રાજ્ય સરકારે કર્યો છે.
નાઇટ્રોજન ટ્રેનક ને ઓક્સિજન ટ્રેનક ને રૂપાંતરિત કરી હોવાની રજૂઆત કેન્દ્ર સરકારની છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વાઇરસની પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરી છે અને રાજ્યમાં નવા ઓકસીજન પ્લાન્ટ બની રહ્યા છે.
અત્યારે જસ્ટિસ બેલાબેન ત્રિવેદી અને ભાર્ગવ કારીયા ની બેંચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. રાજ્યમાં હોસ્પિટલોની ફાયરસેફ્ટીના લઈને હાઇકોર્ટમાં ચર્ચા શરૂ છે. ભરૂચમાં હોસ્પિટલમાં આગ મુદ્દે સુનાવણી કરવામાં આવી રહી છે.
ગ્રામ્ય વિસ્તારમાં લોકો સ્થળાંતર કરી રહ્યા છે અને રાજ્યમાં કેસો ઘટયા છે.લગ્ન સમારોહ 15 દિવસ પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરવામાં આવી છે. લગ્ન સમારોહમાં પચાસની સંખ્યામાં ઘટાડો કરવો જોઇએ તેવી માંગ કરવામાં આવી છે.
અંતિમ યાત્રા અને અંતિમ વિધિમાં પણ સંખ્યામાં ઘટાડો કરવો જોઇએ. લગ્ન સમારોહમાં પચાસની સંખ્યામાં ઘટાડો થવો જોઈએ.
હાઇકોર્ટમાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી નું નિવેદન સામે આવ્યું છે. લગ્નમાં સંખ્યામાં ઘટાડો કરવા સરકાર વિચાર કરશે અને જરૂર જણાશે તો સરકાર પગલાં લેશે. આગામી દિવસોમાં લગ્નમાં લોકોને હાજર સંખ્યા પણ નિર્ણય લઇ શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment