જો તમે પણ અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાના પ્લાન બનાવી રહ્યા છો તો તમારી માટે ખૂબ જ સારી તક છે. ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોના સાથે ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
આ ઉપરાંત ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે. MCX પર સોનુ વાયદો 0.7 ટકા ઘટીને 47,918 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે ચાંદી નો ભાવ 0.25 ટકા ઘટીને 71364 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો છે.
રેકોર્ડિંગ હાઇ થી હજુ પણ છે સસ્તુ અને સોનાની કિંમત જોઈએ તો તે તેના રેકોર્ડ હાઇ થી ઘણી ઓછી છે. એક્સપર્ટનું માનવું છે કે સોનાના ભાવમાં ભવિષ્યમાં તેજી આવવાની શક્યતા છે.
ઓગસ્ટ 2020 માં સોનાનો ભાવ 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ હાઇ સ્તર પર પહોંચી ગયા છે. લગ્નની સિઝનમાં ફરી એકવાર 52000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે.
સોના ની નવી કિંમત બુલિયન માર્કેટમાં મંગળવારે સોનાનો ભાવ 0.7 ટકા ઘટીને 47918 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે જે જોવા જઈએ તો રેકોર્ડ ડાઉન છે.
ચાંદી ની નવી કિંમત બીજી તરફ આજે પણ ઘટાડો થયો છે. ચાંદીનો ભાવ 0.25 ટકા ઘટીને 71364 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment