દેશમાં કોરોના ના કારણે સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જઈ રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ રાજ્યોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ સાથે બેઠક કરવાના છે. આ સમયે પ્રધાનમંત્રી મોદી કોરોના ના કારણે રાજ્યની સ્થિતિ અંગે માહિતી મેળવશે.
કોરોના સંક્રમણ કઈ રીતે રોકી શકાય તેના પર ચર્ચા કરશે. વિડિયો કોન્ફરન્સિંગ થનારી બેઠકમાં ઉપરાષ્ટ્રપતિ વેકેયા નાયડુ પણ સામેલ થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રધાનમંત્રી મોદીએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ના મુખ્ય પ્રધાનો સાથે બેઠક કરી હતી.
કોરોના મહામારી પર સમીક્ષા કરી હતી અને આ સાથે જ વડાપ્રધાને કોરોના સંક્રમણ રોકવા માટે રાજ્યોને સલાહ પણ આપી હતી.
સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા જ્યારે વધુ 55 લોકોના મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મહાત આપી છે. તેની સાથે અત્યાર સુધીમાં 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે.
દેશમાં કોરોના ના દૈનિક કેસો બધા રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યોમાં પણ તેવી સ્થિતિ છે અને દિલ્હી બાદ ઉત્તર પ્રદેશ માં પણ દૈનિક કેસોમાં પહેલાં ના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.
ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના ના નવા 18021 કેસો સામે આવ્યા છે જ્યારે 85 લોકોના મોત નિપજ્યા છે જ્યારે કોરોના મહામારી ફેલાય ત્યારથી લઈને અત્યાર સુધી રાજ્યમાં કુલ 9308 લોકોના મોત નિપજ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment