કેન્દ્ર સરકારે શુક્રવારના રોજ મોબાઇલ એપ્લિકેશન મેરા રાશન કરીને લોન્ચ કરી છે. વન નેશન વન રેશન કાર્ડ યોજના થી એ લોકોને ફાયદો થશે જે લોકો રોજગાર માટે પોતાનું રાજ્ય છોડીને બહારના રાજ્યમાં જાય છે. વન નેશન વન રેશન કાર્ડ યોજના ઓગસ્ટ 2019 માં ફક્ત ચાર રાજ્યોમાં શરૂ કરવામાં આવી હતી.
જે હાલ 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માં લાગુ થઈ ગઈ છે. અસમ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં પણ ટૂંક સમયમાં આ યોજના શરૂ થવાની સંભાવના છે.હાલમાં આ એપ ઇંગલિશ અને હિન્દી ભાષામાં લોન્ચ કરવામાં આવી છે.
આગામી દિવસોમાં એપ્લિકેશનમાં અન્ય ફંક્શનનો ઉમેરવામાં આવશે જેમાં 14 ભાષાઓને ઉમેરવામાં આવશે. આ એપની મદદથી લોકો સરળતાથી કોઇ પણ સરકારી રેશનની દુકાન માંથી રાસન મેળવી શકશે.
ખાસ મોકા ઉપર એક સંમેલનમાં સિંઘાશું પાંડે એ જણાવ્યું કે આ એપ્લિકેશનથી ગ્રાહક પોતે ચેક કરી શકશે કે તેને કેટલું અનાજ મળશે. આ એપનો વધુ ફાયદો બહારના રાજ્યમાં વસવાટ કરતા લોકોને થશે.
કારણકે વન નેશન વન રેશન કાર્ડ યોજના હેઠળ રેશનકાર્ડ ધારક કોઈપણ અનાજ ની દુકાન થી પોતાના હિસ્સાના અનાજ મેળવી શકશે.આ એપના મુખ્ય ફાયદો એ છે કે આ એપ પર રેશનકાર્ડ ધારકો જાતે જ તપાસ કરશે કે તેમને કેટલું અનાજ મળશે.
આ એક એપ્લિકેશન ખાસ કરીને પરંપરાગત ભારતીય લોકોને લાભ કરવામાં સક્ષમ બનશે કારણ કે વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત રેશનકાર્ડ ધારકો પોતાનું અનાજનો હિસ્સો દેશની કોઈપણ રેશનની દુકાન પરથી મેળવી શકશે.
આ એપ દ્વારા બીજા રાજ્યમાં રહેતા લાભાર્થીઓને તેમની આસપાસની કેટલી રેશન શોપ છે તે જાણવામાં સરળ રહેશે. લોકોને જાગૃત કરવા માટે હિન્દી ભાષા અને સ્થાનિક ભાષામાં દેશભરમાં 2400 થી વધુ રેલવે સ્ટેશન ઉપર જાહેરાત કરવામાં આવી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment