સમગ્ર દેશ સહિત ગુજરાત રાજયના ઘણા ભાગોમાં માર્ચના શરૂઆતના દિવસોમાં ગરમીનો પારો ઊંચો રહો હતો જ્યારે હવે માર્ચના આગામી દિવસોમાં પશ્ચિમની વિક્ષેપ ની અસર એક પછી એક આવતી રહેશે. જેના કારણે દેશના પશ્ચિમ ભાગમાં તેની અસર જોવા મળશે.
અને પંજાબ હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી ના ભાગમાં ગઈકાલથી જ ભારે હિમવર્ષા, વરસાદ અને ગતિ સાથે પવનની સાથે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી હતી. જેની અસર ગુજરાતમાં હવામાનમાં પલટો આવે તેવી પૂરી શક્યતા છે.
પ્રખ્યાત હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગલ્ફ નું ધુલકટ છેક ગુજરાતના કચ્છના ભાગોને પ્રભાવિત કરી શકે છે. રાજ્યના કેટલાક ભાગોમાં 7 માર્ચ અને 8 માર્ચે વાદળો આવી શકે છે.
અને 15 માર્ચ સુધીમાં રાજ્યમાં હવામાન માં વાદળછાયું અને કવચિત્ માવઠા જેવું હવામાન બનશે. અમદાવાદ, વડોદરા, સુરત,રાજકોટ, ભુજ, ડીસા અને નલિયામાં 14 થી 15 માર્ચ બાદ તાપમાન વધશે.
15 માર્ચ બાદ કેટલાક ભાગમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે અને હવામાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ એપ્રિલ મહિનામાં દેશના કેટલાક ભાગમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે.
જેની અસર ગુજરાતના તાપમાન પર થાય તેમ જ ગલ્ફ તરફથી આંધી ભર્યા પવન ફૂંકાય જેના કારણે ઉત્તર ગુજરાત, રાજસ્થાનના કેટલા ભાગે ધૂળિયું વાતાવરણ રહેશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment