ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપના દિગ્ગજ મંત્રીએ આપ્યું મોટું નિવેદન, જાણો.

Published on: 9:28 am, Mon, 8 March 21

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી ભવ્ય જીત મળી છે ત્યારે હવે ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી વહેલી થાય તેવા દાવાઓ થઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્યકક્ષાના વનમંત્રી રમણ પાટકર એ મહત્વનું નિવેદન આપ્યું હતું.

ઉમરગામમાં અભિવાદન કાર્યક્રમ માં તેઓએ કહ્યું કે અત્યારે જ્યારે ચારે બાજુ ભાજપ ભાજપ થઈ રહ્યું છે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ, પ્રદેશ અને દેશના નેતાઓ સમજે છે કે હાલના વાતાવરણને ધ્યાનમાં રાખીને ચૂંટણી કરી નાખવી તે સારી છે.

તો હવે બંગાળમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તો થોડા જ સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. મહત્વનું છે કે પશ્ચિમ બંગાળમાં 27 માર્ચ વિધાનસભા માટે આઠ તબક્કામાં ચૂંટણી યોજાવા જઇ રહી છે.

ત્યારે ચૂંટણી પંચે મતદાન ની તારીખ બીજી મેં નક્કી કરી છે. વર્તમાન ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ આગામી વર્ષના ડિસેમ્બર મહિના સુધીનો છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપના રમણ પાટકર એ મહત્વનું નિવેદન આપ્યું છે.

ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે. તેઓએ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઉપરાંત મહાનગરપાલિકામાં પણ ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સારા પરિણામ આવતા તેઓના મંત્રી નું નિવેદન સાચું પડે તો રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી તકે યોજાઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપના દિગ્ગજ મંત્રીએ આપ્યું મોટું નિવેદન, જાણો."

Leave a comment

Your email address will not be published.


*