ગુજરાત રાજ્ય સરકાર પ્રમાણ ની પ્રેસ રિલીઝ મુજબ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં ખાદ્ય તેલના વધતા જતા ભાવોના લઈને ખેડૂતોને મળતી રકમ અંગે જણાવ્યું કે કોઈપણ ઉત્પાદનને ટેકાના ભાવે ખરીદી નું કાર્ય કેન્દ્ર સરકાર મારફતે કરે છે.
ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થતાં કેન્દ્ર સરકારે નિકાસ ની પરવાનગી આપી છે. પરિણામે ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ખેડૂતોને વધારે ભાવ મળ્યા છે અને મગફળી વાવેતર કરતા ખેડૂતોની આર્થિક વધુ લાભ થયો છે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા જણાવ્યું કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 7 લાખ મેટ્રિક ટન મગફળી રૂપિયા 1100 ના ભાવે ખરીદી ખેડૂતોને 4000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
રાજ્યમાં ખાદ્યતેલ માં વધતા જતા ભાવોને અંકુશ બાબતે જયેશ રાદડિયાએ જણાવ્યું કે, જાન્યુઆરી 2019 થી ડિસેમ્બર 2019 માં કપાસિયા અને સીંગતેલના છૂટક ભાવમાં ખૂબ જ નજીવો વધારો થયો છે.
જ્યારે કોરોના મહામારી ના સમયગાળામાં પરિવહન મજૂરીની વચ્ચે પ્રગતિના કારણે ભાવ પર અસર થઈ છે તેવું તેઓએ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.જયેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું કે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવો ને અંકુશમાં રાખવા.
ભારત સરકાર ના જરૂરી સૂચનો બહાર પાડવામાં આવ્યા છે.રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વર્ષમાં બે વખત બીપીએલ અંત્યોદય રેશનકાર્ડ ધારકોને યુકત વર્તમાન ભાવથી નીચા દરે કાર્ડ દીઠ 1 લીટર પ્રમાણે વિતરણ કરવામાં આવ્યું છે.
જયેશ રાદડિયાએ જણાવ્યું કે વર્ષ 2019 દરમિયાન અંદાજીત ફૂલ 66.55 લાખ પાઉચ તેમજ વર્ષ દરમ્યાન 75.30 પાઉચ નું વિતરણ કરવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment