ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ અને વિપક્ષના નેતા માટે આ નામો આવ્યા મોખરે, જાણો અબ કોણ?

383

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ વિપક્ષ નેતા પદ પરથી પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ રાજીનામું આપી દીધું છે.હવે આ પદે કોણ તેને લઇને લાંબુ લિસ્ટ સામે આવ્યું છે.કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ અને વિપક્ષ નેતા ની ચર્ચાઓ હવે તે જ થઈ ગઈ છે.

અને પ્રદેશ અધ્યક્ષો ના સંભવિતોમાં અર્જુન મોઢવાડિયાનું નામ આગળ છે અને ભરતસિંહ સોલંકી પણ પ્રદેશ પ્રમુખની રેસમાં છે તો જગદીશ ઠાકોર નું નામ પણ રેસમાં છે.જોકે મહત્વની વાત એ છે કે હાઇકમાન્ડનો આદેશ થાય.

તો શક્તિસિંહ ગોહિલ અધ્યક્ષ બની શકે છે અને તેમજ યુવા ચહેરા તરીકે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ નું નામ પણ ચર્ચામાં છે.નેતા વિપક્ષ માટે શૈલેષ પરમાર ના નામની પણ ચર્ચા થઈ રહી છે.

અને પુંજાભાઈ વંશ અને અશ્વિન કોટવાલ અને વીરજી ઠુમ્મરના નામની પણ ચર્ચા થઈ રહી છે.ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ હવે નગરપાલિકાઓ.

તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયત માં ભાજપ ને બહુમતી મળી છે.28 ફેબ્રુઆરીએ 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે 31 માંથી 31 જિલ્લા પંચાયત પર કબજો કર્યો હતો.

અને તાલુકા પંચાયતમાં 231 માંથી 196 બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો હતો અને નગરપાલિકામાં 81 માંથી 79 બેઠક પર ભાજપ નો ભવ્ય વિજય થયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!