ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને વડોદરામાં સભા દરમિયાન ચક્કર આવ્યા હતા તે આપ સૌ જાણો છો અને ત્યારબાદ તેઓને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો.
આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી ને રેમડીસિવર ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. સીટી સ્કેન બાદ વાયરસ નો લોડ વધવાના કારણે ઇન્જેક્શન અપાયું છે.મુખ્યમંત્રી વિજય રૂપાણી તબીયતમાં સુધારો થઇ રહ્યા હોવાના સૂત્રોનો દાવો છે.
ઝડપથી તેની રિકવરી આવે તે માટે તેઓને રેમડીસિવર ઇન્જેક્શન નો કોર્સ કરવાનો નિર્ણય લેવાયો છે.10 જેટલા સિનિયરો ની તબીબોની ટીમ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ની સારવાર કરવામાં આવી રહી છે.
ગુજરાત રાજ્યમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ યોજવા જઇ રહી છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી કોરોના ગ્રસ્ત થતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને ચાહનારા લોકો ને ભારે આઘાત લાગ્યો હતો.
રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં ટોપ થ્રી માં સામેલ હતા. તેઓને કોરોના ગ્રસ્ત હતા આગામી સમયમાં તેઓ ચૂંટણીના પ્રચાર નહિ કરી શકે તેવું આપણે સૌ ને લાગી રહ્યુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment