રસીકરણ મામલે કેન્દ્રીય આરોગ્યમંત્રી એ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે માર્ચ મહિનાથી પચાસ વર્ષથી વધુની વય જૂથ વાળા લોકોને વેક્સીન આપવાનું શરૂ થઈ જશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધન કરેલી મહત્વની જાહેરાત પ્રમાણે માર્ચ થી.
દેશમાં 50 થી વધુ ઉંમર ધરાવતા વયજૂથના નાગરિકો નું રસીકરણ શરૂ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે હજુ થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.
અને તેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ને સૂચના આપવામાં આવી હતી કે તેઓ 1 માર્ચ સુધીમાં હેલ્થ અને ફન્ટલાઈન વર્કર નું રસીકરણ પૂરું કરવાનું સુનિશ્ચિત કરે.હાલમાં ભારત રસીકરણ મામલે દુનિયાના અન્ય દેશો કરતાં.
ખૂબ જ વધારે આગળ વધી રહ્યું છે, અત્યાર સુધીના આંકડાઓ પ્રમાણે ભારત,યુએસએ,યુકે અને અન્ય દેશો કરતાં પણ ઓછા સમયમાં લગભગ 82 લાખ જેટલા લોકોને કોરોના રસી આપી દેવામાં આવી છે.
અને આ શ્રેણીમાં તો આ ગતિએ કામ આગળ ચાલતું રહ્યું તો ભારત જલ્દીથી જ એક કરોડના રસીકરણના માર્કને પાર કરી લેશે.16મી જાન્યુઆરીએ ભારતમાં શરૂ થયેલું આ રસીકરણ અભિયાન.
દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે. ભારતમાં જ વિકસિત 2 કોરોના રસિ કોવેક્સીન અને કોવિશિલ્ડ ને મંજૂરી આપવામાં આવી છે.જેના પછી ભારત સરકારે મેત્રી ડીપ્લોમસીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment