ગઇકાલના રોજ વડોદરામાં એક સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અચાનક તબિયત લથડી હતી અને તેમની તબિયત લથડતા તેઓને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને.
ત્યારે યુ.એન.મહેતા હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી રૂપાણી નો કોરોના પોઝિટિવ આવ્યો છે અને RTPCR ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ બુલેટિન અનુસાર.
તેમને કોરોના ના સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા.મુખ્યમંત્રી વિજય રૂપાણીને કોરોના રિપોર્ટ આપવા મુદ્દે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી અને તેઓના સ્વાસ્થ્યને લઈને વાત કરી હતી.
આ સમયે પત્રકારો દ્વારા મુખ્યમંત્રી નો ચાર્જ કોને સોપાશે તે અંગે પ્રશ્ન પુછાયો હતો.જેનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે કોઈ ચાર્જ આપવાનો પ્રશ્ન નથી.મુખ્યમંત્રી પોતે જ એમની સાથે વાતચીત કરવી હોય.
તેમને સૂચના આપી હોય કે જેની સાથે ચર્ચા કરવી હોય એમની સાથે મોબાઇલ ફોન દ્વારા સંપર્કમાં રહેશે જ. સવારે જ મે તેમની સાથે વાતચીત કરી હતી.તેઓએ વધારેમાં કહ્યું કે, તમારે જ્યારે જરૂર પડે.
ત્યારે અમારા સિનિયર નેતાઓ, અમારા પ્રદેશ અધ્યક્ષ વગેરે એમની સાથે વાતચીત કરે છે.માનનીય પ્રધાનમંત્રીશ્રી એ પણ એના ખબર-અંતર પૂછ્યા છે એટલે અમારી રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રાદેશિક નેતાગીરી તેમના સંપર્કમાં છે.
મુખ્ય સચિવ થી લઈને અન્ય અધિકારીઓ અને મુખ્યમંત્રીના સ્ટાફના સિનિયર અધિકારીઓ પણ જરૂર પડે મોબાઈલ ઉપર એમની પાસેથી માર્ગદર્શન મેળવે છે અને કાર્યવાહી કરે છે. એટલે એ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment