ગુજરાત રાજ્યમાં માર્ચ મહિનાથી શાળા અને કોલેજો બંધ હવે તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે. અગાઉ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવાની છૂટ આપ્યા બાદ હવે સરકાર ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ કરવા વિચાર કરી રહી છે.
આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાઈ શકે છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડમાં 15 ફેબ્રુઆરીથી શરૂ કરી શકે છે.સરકારી-ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં.
ધોરણ 6 થી 8 માં વર્ગો કેટલાક મહિના બાદ હવે શરૂ કરવા માટે શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે અને આ મામલે સરકાર હવે મહત્વપૂર્ણ નિર્ણય લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર 15 ફેબ્રુઆરી અથવા
તો 22 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી શકે છે.કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશમાં શિક્ષણ તંત્ર અને સત્ર બધું જ ડામાડોળ છે. ફેબ્રુઆરી મહિનાથી તબક્કાવાર શાળાઓ શરૂ કરવામાં આવી છે.
ત્યાં સુધી તમામ શિક્ષણ ઓનલાઇન ચાલી રહ્યુ હતુ અને કસોટીઓ પણ ઓનલાઇન લેવામાં આવી હતી તેવામાં હવે શાળાઓ શરૂ થતા કસોટીનું આયોજન કરવા દેવા માટે શાળાઓ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment