સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના ઉમેદવાર પાયલબેન બોદરાએ એ ભાજપને ખુલ્લી ચેલેન્જ ચેલેન્જ આપી છે.તેઓએ કહ્યુ કે,ભારતીય જનતા પાર્ટી પાટીદાર સમાજના યુવકો પર થયેલા કેસ પરત ખેંચશે તો હું મારું ફોર્મ પરત ખેંચી લેશે.
બીજી તરફ પાયલબેન ના પતિએ પણ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે,હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા અને અનામત આંદોલન સમયે આખા ગુજરાતના યુવાનો પર કેસ થયા તે પરત ખેંચે.
તો પાયલ બોદરા રાજીનામું આપવા માટે તૈયાર છે અને ફોર્મ પરત ખેંચવા પણ તૈયાર છે.અલ્પેશ મારો મોટો ભાઈ છે અને હું પણ સમાજ ની દીકરી છું એટલે તેના સમર્થનમાં રહીશ. નીતિન પટેલ એમ કહ્યું કે અમે કેસો પરત ખેંચી લઈશું.
સરકાર કેસ પરત ખેંચી લેશે તો હું મારું ફોર્મ પરત ખેંચી નહિતર તાનાશાહી સરકારની સામે લડવા માટે તૈયાર છું.હું અલ્પેશ કથિરિયા સહિતના મારા સમાજના મોટા આગેવાનોની સાથે રહીને કામ કરીશ.
કોંગ્રેસના ઉમેદવાર પાયલ બેનના પતિએ રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને કહ્યું કે, વર્ષ 2015 માં ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજ ના છોકરા પર કેસ પરત ખેંચવાની વાત કરી હતી.
અને તક્ષશિલા અગ્નિ કાંડ માં પણ કોઈ ન્યાય આવ્યો નથી.મારા પાટીદારના 14 યુવાનોને ગોળી મારવામાં આવી એના માટે અમે લડીશું. સુરત કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતિ આમને-સામને આવી ગયા છે.
અલ્પેશ કથીરિયાએ પાટીદાર સમાજના કોંગ્રેસના આગેવાનોને ફોર્મ પરત ખેંચવાનો કહ્યું હતું અને જો ફોર્મ પરત નહીં ખેંચાય તો ઉમેદવાર નો વિરોધ કરવાનું જણાવ્યું હતું. પાસના સપોર્ટ થી 2015 ની ચૂંટણી જીતેલા.
કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને દિનેશભાઈ ફોર્મ પરત ખેંચવા માટે તૈયાર નથી.ત્યારે હવે એ જોવાનું રહેશે કે પાસ ફોર્મ પરત ન ખેંચનાર પાટીદાર કોંગ્રેસ ઉમેદવારનો કઈ રીતે વિરોધ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment