દિલ્લી બોર્ડર પર દરરોજ ખેડૂતોને સરકાર ની વચ્ચે ગતિરોધ અલગ અલગ સ્તર પર જાય છે. થોડાક દિવસો પહેલા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેઓ ખેડૂતોથી ફક્ત એક કોલ દૂર છે અને ત્યારબાદ પોલીસ દ્વારા ગાજીપુર અને ટીકરી બોર્ડર પર ખીલ્લા લગાવવામાં આવ્યા.
જેનો ચારેકોરથી વિરોધ કરવામાં આવ્યો. આ મુદ્દા પર સરકારની ટીકા થઈ તો સ્થાનિક તંત્રએ જલદી એ ખીલ્લા ત્યાંથી હટાવી દીધા પરંતુ આ કહાનીમાં એક શાનદાર વળાંક આવ્યો.હવે જ્યાં સરકાર દ્વારા લગાવવામાં આવ્યા હતા.
ત્યાં ખેડૂતો ફૂલોના છોડ લગાવવા નો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.આ માટે બે ડમ્પર માટી પણ ગાજીપુર બોર્ડર પર મંગાવવામાં આવી શકે છે. ગાજીપુર બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતો ના નેતા રાકેશ ટીકેટ ખીલ્લા વાળી જગ્યાએ છોડ રોપવાનું કામ કરી રહ્યા છે.
જાય કાલ સુધી સરકાર દ્વારા લગાવવામાં આવેલા ખીલ્લા જોવા મળી રહ્યા હતા ત્યારે ખેડૂતો દ્વારા લગાવવામાં આવેલા ફુલ નજર આવશે.ઉલ્લેખનીય છે કે સંસદ સત્ર પર થનારી બબાલની આશંકાને જોતા ગાજીપુર બોર્ડર પર.
પોલીસે ના ફક્ત મુખ્ય રસ્તાઓ પર બેરિકેડિંગ અને રસ્તાઓને કાંટાળા તારો થી બંધ કર્યા હતા પરંતુ આસપાસના જંગલ વાળા વિસ્તારમાં કાંટાલા તાર લગાવી દીધા હતા.આનાથી ફક્ત ખેડૂતોને મુશ્કેલી થાય પરંતુ આસપાસ રહેનારા.
લોકોને પણ મુશ્કેલી થાય કેમકે રસ્તાઓ બંધ થયા બાદ તેઓ જંગલના રસ્તે જ આસપાસ જઈ શકતા હતા. હવે ખેડૂતોએ સરકારને જવાબ આપવાની તૈયારી કરી લીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment