ચૂંટણી લડયા વગર ભારતીય જનતા પાર્ટી ને આ ત્રણ બેઠકો પર જીતવાની સંભાવના, જાણો કારણ.

Published on: 3:13 pm, Sat, 6 February 21

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને હાલ મોટા સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. ચૂંટણી લડયા વગર જ કોંગ્રેસ ત્રણ બેઠક પર હારી ગઈ તેવી સ્થિતિ સર્જાઈ છે. જોધપુર વોર્ડમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારોના ફોર્મ નહીં ભરી શકે.

અને હાલ અનેક વર્તમાન કોંગ્રેસની સ્થિતિ એવી છે કે ભાજપ કોંગ્રેસ સામે લડયા વગર જીતી જશે.આપને જણાવી દઇએ કે જોધપુર વોર્ડના રાકેશ ચોબિસા નામના દાવેદારને ટિકિટ ન મળતા ફોર્મ લઈ ગાયબ થઇ ગયા હતા.

આ ઉપરાંત ભગવતી પટેલ, મિતેશ ચાવડા અને જસી ઠાકોર નું પણ ફોર્મ ગાયબ થઈ ગયો હતો. જોધપુર માટે હાલમાં મનીષા શાહ પોતે જ ફોર્મ ભરી શકશે.ચૂંટણી ફોર્મ ભરવાના બે દિવસ પહેલા અમદાવાદ કલેકટર ઓફિસ બહાર ચૂંટણીને લઈને કોઈ માહોલ ન હતો.

પરંતુ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કલેકટર ઓફિસ બહાર લોકોના ટોળા જોવા મળી રહ્યા છે.ઉમેદવારો સાથે તેઓના સમર્થકો પણ કલેકટર ઓફિસ ખાતે પહોંચ્યા છે અને ફોર્મ ભરવા માટે ઉમેદવારો સાથે બેથી ત્રણ લોકોની પરવાનગી હોવા.

છતાં 30 થી વધુ લોકો સાથે ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચી ગયા છે.લોકોના ટોળા ભેગા થતા કલેકટર કચેરીના દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી અને માત્ર ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!